top of page

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

4 days ago
7 min read

Updated: 3 days ago

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

દિવાળીનો તહેવાર નજીક ને નજીક આવી રહ્યો હતો. બજારમાં રોનક ધીરે ધીરે વધી રહી હતી. કપડાંઓની, ફટાકડાંઓની, મીઠાઈઓની દુકાનો રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી હતી. પણ આ વખતે મીઠાઈની દુકાનોમાં કંઈક જુદું જ વાતાવરણ હતું. કોણ જાણે કેમ "શ્રીજી સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ" ની દુકાન તરફ હું આકર્ષાયો. કાચના કાઉન્ટરોમાં જાત જાતની મીઠાઈઓ સજીધજીને બેઠી હતી. કોઈ ચાંદીના વરખમાં કે કોઈ

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

સોનાના વરખમાં ચમકી રહી હતી તો કોઈ બદામ-પિસ્તાનો શણગાર સજીને ગ્રાહકોને લલચાવતી હતી. તો... બીજી બાજુ ફરસાણની સોડમ આખા વાતાવરણને મહેકાવી રહી હતી. સેવ, ગાંઠિયા, ચવાણું, ફરશી પુરી, ચકરી, શક્કરપારા જેવા ફરસાણના પેકેટો પણ અનોખા સ્વાદની સાક્ષી પૂરતા હોય તેમ રૂઆબભેર ગોઠવાયેલાં હતાં. એમાં વળી તાજા બનાવેલા ખમણ, કચોરી અને સમોસા જાણે સ્વાદના રસિયાઓને પોતાની તરફ ખેંચી રહ્યા હતા, એ તો અલગ.


દુકાનમાં દાખલ થતાં જ કંઈક ગણગણાટ સંભળાવા લાગ્યો. મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં! મીઠાઈ અને ફરસાણ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. મીઠાઈઓમાં ભારે ઉકળાટ જણાતો હતો.


કાજુકતરી ચમકતી ચાદર ઓઢીને બોલી, "હું તો મોંઘી છું, મારી ચાંદીની વરખ જુઓ! દિવાળીમાં મહેમાનોને મારા વગર કોઈ ખુશ કરી જ ન શકે."


આ સાંભળીને લાલચોળ થયેલો ગુલાબજાંબુ ચાસણીના વાટકામાંથી ઉછળીને બોલ્યો, “એ વરખવાળી! બહુ હવા ન કર. તારામાં કાજુ કરતાં કણકી વધારે છે એ આખા ગામને ખબર છે! ખરી મજા તો અમારા રસઝરતા પેટમાં છે, જે ખાતાં જ માણસને સ્વર્ગ જેવું લાગે !”

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

જલેબી વાંકીચૂકી થઈને બોલી, “તમારે બધાએ સીધી વાત કરવી હોય તો કરો. મારી જેમ ગોળ ગોળ ફરતાં આવડતું નથી એટલે જ મારી લોકપ્રિયતા ઓછી છે એવું ન માનતા!”


સોનપાપડી બોલી, "તમારા બધા કરતાં હું વધારે લોકપ્રિય છું. હું સૌથી વધુ વેચાઉં છું. લોકો મને ખાઈને નહીં, પણ એકબીજાને ભેટ આપવા માટે પણ ખરીદે છે.


ત્યાં તો બાજુમાંથી મોહનથાળ, પેંડા અને ઘારી પણ મેદાનમાં કૂદી પડ્યા. મોહનથાળે કણીદાર અવાજે ત્રાડ પાડી, “તમે બધી કાલની છોકરીઓ! અસલ ઘી અને પરંપરા તો મારામાં વસે છે!” વાત એટલી વણસી કે જલેબી આડી-અવળી થઈને બધાને ગૂંચવવા લાગી અને રસગુલ્લાં એકબીજા પર કૂદીને ચાસણીના છાંટા ઉડાડવા લાગ્યા.


પેંડાએ પોતાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, “મારા જેવો સાદો, સાત્વિક અને સ્વાદિષ્ટ બીજો કોઈ છે? ભગવાનના પ્રસાદમાં પણ બધા મને જ યાદ કરે છે!”


આ સાંભળીને બાજુમાં પડેલા ઘૂઘરાએ ટકોર કરી, “વાતો તો બધાં કરે છે, પણ મારા જેવો અંદર માવાની મીઠાશ અને બહાર કરકરી કાંગરીની કળા કોની પાસે છે?”


બાજુમાં બેઠેલા મોતીચૂરેના લાડુને આ વાત ગળે ઊતરી નહીં. તેણે તરત જ વળતો જવાબ આપ્યો, “અરે, ચાંદીના વરખથી કોઈ મીઠાઈ મોટી નથી બની જતી! મારા વગર તો લગ્ન હોય કે તહેવાર, પ્રસંગ અધૂરો જ ગણાય!”


ત્યાં તો કાજુ રોલ ઉછળી ઉછળી ને બોલવા લાગ્યો,""અમારા પર શુદ્ધ ચાંદીનો વરખ છે અને અંદર પિસ્તા-બદામનું રોયલ સ્ટફિંગ છે. VIP ગિફ્ટ બોક્સમાં અમારા સિવાય કોઈ સ્થાન ન પામી શકે!"


કાનપુરી લાડુએ ટાપસી પૂરી, તમારા બધાનો વટ માત્ર પૈસા અને પેકીંગનો છે! સામાન્ય માણસના સુખ-દુઃખમાં, ભગવાનના થાળમાં અને ખુશીની સાચી વહેંચણીમાં અમારા અસલ દેશી ઘીની સુગંધ જ સૌને મોહી લે છે."


ગુલાબજાંબુ ને રસગુલ્લા એકી સાથે બોલી ઉઠયાં, " સાચી મીઠાઈ તો એને કહેવાય જેને ખાતાં જ રસના ફુવારા છૂટે. અમે તો જીભને રસથી તરબતર કરી દઈએ."


વાત એટલી વણસી કે જલેબી આડી-અવળી થઈને બધાને ગૂંચવવા લાગી અને રસગુલ્લાં એકબીજા પર કૂદીને ચાસણીના છાંટા ઉડાડવા લાગ્યા.


આ લડાઈમાં રસગુલ્લાં પોતાની ચાસણીના ફુવારા ઉડાડીને ‘અમે રસદાર છીએ’ એવી બડાઈ હાંકે, ત્યારે કાજુકતરી અને કાજુ રોલે મોં મચકોડયું, " તમારો રસ ખાવા જતાં તો હાથ અને કપડાં બંને ચીકણા થઇ બગડી જાય. અમારા આકાર જુઓ, એકદમ સુઘડ, સિંગલ બાઈટ,અને કોઈ ચાસણીનું લફરું જ નહીં. પછી એનાં ટપકાં પડવાની તો વાત ક્યાં રહી? ગિફ્ટ બોક્સમાં અમારો વટ પણ પડે!”


ત્યાં તો પોતે જ જાણે સાચું કહેતો હોય એમ કાનપુરી લાડુ બોલ્યો, "જેને સ્વાદનો મોહ નથી એ જ તારા જેવી પથ્થર જેવી કતરીઓ ચાવે! બાકી તહેવારમાં ઘી-બેસન વગર મોં મીઠું થાય ખરું? બેસનના અત્યંત બારીક દાણા, ચોખ્ખા ઘીની સોડમ, મગજના બી (તડબૂચ-ચીભડાંના બી) અને કેસર-ઈલાયચીના સ્વાદ સાથે બનતા આ લાડુ મોંમાં મુકતાં જ ઓગળી જાય તેવા મુલાયમ હોય છે.


ત્યાં તો બાજુમાંથી મોહનથાળ, પેંડા અને ઘારી પણ મેદાનમાં કૂદી પડ્યા. મોહનથાળે કણીદાર અવાજે ત્રાડ પાડી, “તમે બધી કાલની છોકરીઓ! અસલ ઘી અને પરંપરા તો મારામાં વસે છે! સદીઓથી શુભ પ્રસંગે તો અમારો જ દબદબો રહ્યો છે.” વાત એટલી વણસી કે જલેબી આડી-અવળી થઈને બધાને ગૂંચવવા લાગી અને રસગુલ્લાં એકબીજા પર કૂદીને ચાસણીના છાંટા ઉડાડવા લાગ્યા.


પોતાનું ડહાપણ બતાવવા ડ્રાયફ્રુટ બાઇટ્સ બોલી ઉઠ્યાં, " તમે બધાખાંડ અને ચાસના વજનદાર ડબ્બાઓ છો ! લોકો તમને જોઈને જ બ્લડ શુગર અને કેલરી ગણવા માંડે છે. સાચો આધુનિક હીરો તો હું જ છું, શુગર ફ્રી, કેલરી-ફ્રી અને ગિલ્ટ ફરી."


"જમાનો બદલાઈ ગયો છે દાદા!" દરેક જમાનાના જાણકાર હોય એમ કાનપુરી લાડુએ દલીલ કરી, "હવે માણસને માત્ર ગળપણ નહીં, અનોખો ક્રંચ અને માખણ જેવી મુલાયમતા જોઈએ છે!


આ બધું સાંભળી હું તો મનોમન મલકાતો રહ્યો. ધીમે ધીમે વાતનું વતેસર થવા લાગ્યું. ઝઘડો વધુ ને વધુ ગરમ થઈ રહ્યો એમ લાગ્યું. દરેક મીઠાઈ પોતપોતાના વખાણ કરવામાં મશગુલ હતી. કોઈ પોતાને રાજાધિરાજ કહે, તો કોઈ પોતાને તહેવારોની શાન ગણાવે.


એટલામાં તો ખૂણામાંથી ખોંખારો સંભળાયો. કાઉન્ટરના ખૂણામાં બેઠેલા ચૂરમાના લાડુ આ તમાશો જોઈ અકળાયા હતા. એમણે માથે ચોટેલું ખસખસ સરખું કર્યું, ટટ્ટાર થઇ ભારેખમ અવાજે મોટેથી બોલ્યાં,


“અરે ઓ મૂરખાઓ! શાંત થાઓ! શેની ભાંજગડ માંડી છે તમે બધાએ અંદરોઅંદર?”


બધા શાંત થઈને ચૂરમાના લાડુ દાદા જોવા લાગ્યા.


લાડુએ આગળ કહ્યું,"બેસો બધા! તમારા દાદા-પરદાદા કરતાં પણ હું જૂનો છું. ઘઉંનો લોટ, ઘી અને ગોળની મીઠાશમાં ઉછરેલો છું. મેં અનેક દિવાળીઓ જોઈ છે. ઘી-ગોળ ખાનારા એ જમાનામાં કાજુ - વરખ કોણ જાણતું હતું ? છતાં એ જમાનામાં પણ દરેક મીઠાઈની પોતાની જગ્યા હતી. લગ્નમાં લાડવા, તહેવારમાં મોહનથાળ, અને મહેમાન આવે તો પેંડા. તમારી વચ્ચે કોણ મોટું એ નક્કી કરવા કરતાં આપણા સૌની મીઠાશ જાળવવાની ચિંતા કરો!”


ચારેબાજુ નજર ફેરવવા લાડુ દાદા ઘડીભર અટક્યાં અને પછી બોલ્યાં, "તમને બધાયને તમારી મીઠાશનું

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

અભિમાન ચડી ગયું હોય એમ લાગે છે. પણ જરા કાઉન્ટર તરફ નજર દોડાવી છે ખરી?

જરા જુઓ તો ખરા, બહાર ગલ્લા પાસે શું ચાલી રહ્યું છે! તમે અંદરોઅંદર લડો છો, પણ સાચી વાત એ છે કે ગ્રાહકો હવે તમારાથી દૂર જઈ રહ્યા છે!"


બધી મીઠાઈઓએ નીચે જોયું અને એમના મોતિયા મરી ગયા.


કાઉન્ટર પર મીઠાઈના બહુ જ બોક્સ વણવેચાયા પડયા હતા અને ‘નમકીન’ના કાઉન્ટર ઉપર ગ્રાહકોની મોટી ભીડ જામી હતી! તીખા ગાંઠિયા, મઠિયા, ચોળાફળી, રતલામી સેવ અને ફાફડાના ઢગલા આંખના પલકારામાં ફટાફટ ખાલી થઈ રહ્યા હતા.


લાડુ દાદાએ ગંભીર થઈને દરેક મીઠાઈના ગુણ ગણાવ્યા, “કાજુ કતરી, તું તહેવારની શાન છે. ગુલાબજાંબુ, તું ખુશીઓની ઓળખ છે. અને મોહનથાળ, તું તો આપણી સંસ્કૃતિનો સ્વાદ છે. પણ સાંભળો, ગ્રાહકો તમને એટલે નથી છોડી રહ્યાં કે તમારામાં સ્વાદ નથી, કે મીઠાશ નથી. આજકાલ મોટાભાગે બધા ગ્રાહકો નમકીન ખરીદે છે કારણ કે કોકને ડાયાબિટીસ વળગ્યો છે, તો કોક હેલ્થ-કોન્શિયસ થઇ ગયાં છે તો વળી કોક ‘ઝીરો શુગર’ના ભૂત પાછળ દોડે છે.


"જેવો ગ્રાહક આપણી મીઠાઈ તરફ હાથ લંબાવે છે ત્યાં તો એની પત્ની પાછળથી ચીસ પાડે છે : અરે..! સાંભળો છો, ગયા મહિને રિપોર્ટમાં શુગર કેટલું હતું? ખબર છે ને..? હવે મોંઢું ના મચકોડશો....!" અને બિચારો ગ્રાહક લાળ ટપકાવતો પાછો વળી નમકીન ખરીદવા જતો રહે છે. આપણને જોઈને જ ગ્રાહકોને ડોકટરનો ચહેરો યાદ આવી જાય છે.


"હા! આજકાલ બધા ગ્રાહકો નમકીન ખરીદે છે. આપણને જોઈને ડોક્ટરનો ચહેરો યાદ આવે છે! કોઈ કહે ડાયાબિટીસ છે તો કોઈ કહે મીઠાઈથી વજન વધે છે, વળી કોઈ તો સીધું ડોક્ટરનું જ બહાનું બતાવી કહે કે ડૉક્ટરે મનાઈ કરી છે. ટૂંકમાં ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે. હવે તો દુકાનમાં પ્રવેશે એટલે સીધા નમકીનના વિભાગમાં પહોંચી જાય છે!"


એટલામાં બાજુના કાઉન્ટરમાંથી સેવ, ગાંઠિયા, ચવાણું, ચકરી અને ફરસાણના અવાજો આવવા લાગ્યા.


સેવ બોલી, “તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તો ગ્રાહકો અમને જ વધારે પસંદ કરે છે!”


મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

ચકરીએ ગર્વથી કહ્યું, “મારી કરકરી રચના સામે તમારી મીઠાશ ક્યાં ટકે?”


ગાંઠિયાએ પણ પોતાની હાજરી નોંધાવી, “ચા સાથે મારો મેળ એવો છે કે એકવાર ખાવાનું શરૂ કરો પછી હાથ અટકતો જ નથી!”


ચવાણું તો જાણે આ તકની રાહ જોતું હતું. “હું તો મીઠું, તીખું, ખાટું બધું જ એકસાથે આપું છું. આજના જમાનામાં ગ્રાહકોને વિવિધતા જોઈએ!”


આ સાંભળીને મીઠાઈઓમાં ફરી ખળભળાટ મચી ગયો. પેંડાભાઈએ તો નિરાશા વ્યક્ત કરી દીધી,"તો પછી અમારું શું થશે?”


ગુલાબજાંબુની ચાસણી સુકાવા લાગી અને કાજુ કતરીનો વરખ ઝાંખો પડી ગયો.


થોડા દિવસમાં તો દુકાનના માલિકે બજારનો મિજાજ પારખી લીધો. મીઠાઇઓનું ઉત્પાદન ઓછું કરી એનું કાઉન્ટર નાનું કરી નાખ્યું. નમકીનના બોક્સ વધારી દીધાં .


“હવે શું આપણે દિવાળી જેવા તહેવારોમાં માત્ર યાદગીરી રૂપે જ રહી જઈશું?” મોતીચૂરેના લાડુ દુઃખી સ્વરે બોલી ઉઠ્યાં.


એટલામાં દુકાનમાં એક નાનો છોકરો પોતાના દાદાનો હાથ પકડીને આવ્યો.


“દાદા..... દાદા...., આ વખતે આપણે દિવાળીમાં મીઠાઈ નથી લેવાની? મને તો પેંડા બહુ ભાવે છે! અને પેલી રસ ઝરતી જલેબી ખાવાની તો બહુ મજા આવે! ખરું ને દાદાજી?”


હસતા મોંએ દાદા બોલ્યા, "એવું તો કંઈ હોય બેટા? થોડા પેંડા લઈશું, થોડા લાડુ લઈશું, જલેબી પણ થોડી

મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

ખરીદશું, ને સાથે સાથે થોડું નમકીન પણ લઈશું. ડાયાબિટીસ છે તો શું થઇ ગયું?ઓછા ગણપણવાળી મીઠાઈઓ વિકલ્પ પણ છે ને..! જો પેલા ગોળના લાડુ...., ખજૂર રોલ, ....પેલી અંજીર બરફી ...! તહેવાર છે, આનંદથી ઉજવવાનો છે."


ચુરમાના લાડુદાદા ઉત્સાહમાં આવી ગયાં, બધાને સમજાવતાં બોલ્યાં, "અરે ભાઈ, સમય બદલાય છે, પસંદગી બદલાય છે, પણ તહેવારની મીઠાશ થોડી બદલાય? તહેવારોમાં મીઠાઈનું સ્થાન છે એવું નામકીનનું પણ સ્થાન છે. ચા સાથે ગાંઠિયા ખાવાની મજા જુદી અને દિવાળીએ મોં મીઠું કરવાની મજા જુદી! દરેક સવાલના ઉકેલ તો છે જ ને !”


કાજુ રોલ ઉભા થયાં ને મલકી ઉઠ્યાં, " ચાલો ...ચાલો...હળવાં બનો.ઓછી ખાંડ, ગોળ, ખજૂર, અંજીર, બદામ, અખરોટના ઉપયોગથી નવી ઓળખ સાથે આપણે પાછા આવીએ!"


કાનપુરી લાડુએ પોતાનીઅસલ ઘીની ખુમારીથી હાજીઓ પુરાવ્યો,"ડાયાબિટીસ જીભના ગળપણને રોકી શકે, પણ હૈયાના ગળપણને નહીં! આપણી ઓછા ગળપણની શુગર ફ્રી બનાવટો ખરીદીને તહેવાર તો ઉજવાય જ છે. ભલે લોકો આપણને એક-એક બટકું જ ખાય, પણ એ એક બટકામાં એટલો પ્રેમ ઓગળે છે કે માણસ આખું વર્ષ નમકીનની તીખાશ વચ્ચે પણ મીઠો-મધૂરો બનીને જીવે.”


મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

પેલા દાદાજી અંજીર રોલનો એક ટુકડો ચાખીને આંખો પહોળી કરી લલકારવા લાગ્યા :


"નથી ખાંડની ચાસણી, નથી કોઈ કૃત્રિમ ઠાઠ,

અંજીર અને સૂકા મેવાનો છે આ શાહી સ્વાદ;

કુદરતી મીઠાશ અને મેવાનો સંગાથ

સ્વાદ-સ્વાસ્થ્યનો સર્જાય સુંદર સંગમ"




મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

દાદાજી આજુબાજુ ઉભેલા બધા ગ્રાહકો એકી સાથે બોલી ઉઠ્યાં,

"મીઠાઈની મીઠાશમાં સંબંધો ખીલે

નમકીનની તીખાશમાં વાતો ઉછળે

મીઠી મીઠાઈની આવે મજા,

હોય નમકીની ચટપટી અદા,

રંગ જમાવે બંનેની જોડી,

તહેવારની ઉજવણી ખરી"


મીઠાઈઓ બબડવા લાગી, "અમારી મીઠાશ વિના દિવાળી કેવી?"

નમકીન ગણગણવા લાગ્યાં, "અમારા ચટપટા સ્વાદ વિના મહેફિલ કેવી?


ગ્રાહકો હસીને એકસાથે બોલ્યાં, "તમારા બંને વગર તહેવારની મજા કેવી?


મીઠાઈઓનું મહાભારત, નમકીનના નખરાં

મીઠાઈઓ અને નમકીન જોરથી બોલ્યાં,"માણી લો...., માણી લો આ દિવાળીએ અમને બંનેને, વહેંચી લો આનંદ આખું વરસ જગને"


અંતે મીઠાઈ-નામકીનનું મહાભારત શાંત થયું. બધાએ અહંકાર મૂકી એકબીજા સાથે હાથ મિલાવ્યા.


ગ્રાહકો પણ દરેક જાતની મીઠાઈ અને નમકીન સમજદારીથી જરૂરિયાત મુજબ ખરીદવા લાગ્યા.


તો ભાઈઓ, આ દિવાળીએ નમકીન ખાઓ, મીઠાઈ પણ માણો, તીખા-મીઠાનું સંતુલન એટલે જ સાચી દિવાળીનો અનુભવ !"


MySAR Academy

Click Me

 
 
bottom of page